આચાર્યશ્રીનો સંદેશ

“સારું થયું કે તમારા સુધી પહોંચવા શબ્દો મળ્યા મને
ચરણ લઈ ચાલવા બેસત તો વરસોનાં વરસો લાગત!”

વર્તમાન સમયમાં જ્ઞાન અને  વિજ્ઞાનનું  ખૂબ જ મહત્વ છે ત્યારે આપણી શાળાઓ પણ વિધાર્થીઓને અધતન જ્ઞાન અને માહિતીથી સુસજજ રાખે અને તેઓના ભાવિ વિકાસની નવી કેડી કંડારવાનાં  પથદર્શક અને પ્રેરક બને તે જરૂરી છે.

સામાન્ય શિક્ષક માત્ર કહે
સારા શિક્ષક સમજાવે
ઉત્તમ શિક્ષક નિદર્શન કરે
પણ ઉત્કૃષ્ટ શિક્ષક પ્રેરણા આપે.

આજે અમારી શાળા શ્રીમતી પુ .હ.પટેલ સંસ્કાર કન્યા વિધામંદિર(લીલાબા સંકુલ) પચ્ચીસમાં વર્ષમાં પ્રવેશી ચૂકી છે. ત્યારે હું આનંદ તથા ગૌરવની લાગણી અનુભવું છું.  સમાજના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશ તથા સમાજની પ્રગતિ  શિક્ષણ અને  સારી શિક્ષણ સંસ્થાઓ વિના સંભવી ના શકે. પણ ગુણવતાયુકત શિક્ષણએ આજના સ્પર્ધાત્મક જગતની પ્રથમ માંગ છે. સમાજમાં ,  શિક્ષણમાં   કે  શિક્ષિતોમાં મૂલ્યનું ઘડતર ના હોય, મૂલ્યો કે આદર્શો ના હોય તો આ બધુ નકામું છે . ભૌતિક સુખને સર્વસ્વ માની તેની પાછળની દોડ વધી રહી છે. યુગોથી મનુષ્ય બદલાતો રહ્યો છે. જગત વધુ ને વધુ  વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. પણ રામ અને રહીમે, મીરા અને કબીરે, બુધ્ધ અને મહાવીરે, જીસસ અને જરથોસ્તે જે આદર્શો આપેલા છે તે આજે પણ અકબંધ છે. આ આદર્શો અને મૂલ્યોનું ઘડતર, સંવધર્ન આજના બાળકમાં થવું જોઈએ અને આ કામ ઘર તથા શાળામાંથી જ થઈ શકે. બાળક દેશનું ભાવિ છે. શિક્ષણ થકી એ ભાવિ ને ઉજ્જવળ બનાવવું એ આપણી  સહિયારી જવાબદારી છે. કુમળા બાળકોને રમતગમતના રસ્તેથી વ્હાલભર્યા  વર્તન સાથે જ્ઞાન ઉપવન તરફ અભિપ્રેરિત રાખવાનો ઉપક્રમ સંવેદનનો સથવારો માંગી લે છે.

જીવનમાં કઈક એવું કામ કરીએ કે લોકો આપણને
ફેસબુક પર  નહીં ગૂગલ પર સર્ચ કરે.

અમારી શાળાના વર્તમાન હોદે્દારો, સંચાલક મંડળ તથા શૈક્ષણિક સ્ટાફ તથા શાળાના  અન્ય કર્મચારીગણ જમાનાની સાથે કદમથી કદમ મિલાવી શકે તેવી પેઢીનું નિર્માણ કરવા માટે તપશ્રયાઁ કરી રહ્યા છે. તેવું અનુભવાય છે. અંગ્રેજી આજે દુનિયાની ભાષા છે. ભારતનો નાગરિક દુનિયા જે ભાષા  સમજતી હોય તે ભાષામાં સમજાવી શકે તે સમયની માંગ છે.

Indian by heart and Global by mindset.

પેઢી જ ભારતને પરમ વૈભવના શિખરે લઈ જઇ  શકશે એવું મારૂ દૅઢપણે માનવું છે. શાળાની વિશિષ્ટતાઓ અને મુખ્ય ધ્યેય આ દિશામાં છે એ આનંદનો વિષય છે.

ચાલો, બાંધીએ સંબંધ વર્તુળ જેવો,
કદી નથી હોતો વર્તુળનો છેડો !