Vision & mission : To attain excellence of students in academic and creating an environment to develop skills and values necessary to succeed in real life situations and make them an excellent human being.

શ્રીમતી પુ. હ. પટેલ સંસ્કાર કન્યા વિદ્યામંદિર

શિક્ષકની રહસ્યકુંજી સરળ શબ્દોમાં …

ઇ. મો. જિનવાળા કેળવણી મંડળની શાખા શ્રીમતી પુષ્પાબેન હસમુખભાઇ પટેલ સંસ્કાર કન્યા વિધામંદિર કન્યા કેળવણી આપતો પ્રાથમિક વિભાગ, સમાજમાં એક કન્યાની સર્વાંગી કેળવણી આપવાથી સુદૅઢ અને સંસ્કારી સમાજ બનાવવાનું ભગીરથ કાર્ય અહી થાય છે. શિક્ષણએ માત્ર કલા છે. બાળકન્યા માનસને જાગૃત કરી તેમની કુદરતી જિજ્ઞાસાવૃતિને ખીલવવાની સાદી ભાષામાં કહીએ તો ધીરજ, અન્વેષણ, કાર્યમાં સામેલ  કરવા, પડકાર, સંભાળ, પ્રોત્સાહન, ટીકા, પોતાની નબળાઈઓ પર કયારેક હસી લેવાની આવડત આ ઉત્કૃષ્ટ શિક્ષણની રહસ્યકુંજી છે. શિક્ષકનો સાચો અભિગમએ વિધાર્થી પર કાયમી અસર છોડે છે. માત્ર જ્ઞાનના સંદર્ભમાં નહીં પણ શિક્ષણ શીખવવાના અભિગમમાં બાળકના સર્વાંગી  વિકાસમાં સહઅભ્યાસિક પ્રવૃતિઑ  મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને વર્ગખંડની ચાર દિવાલો, પુસ્તકનાં બે પાનાં વચ્ચેનું  શિક્ષણ કે કમ્પ્યુટર LCD થી પીરસતા શિક્ષણ ઉપરાંત તેમની આંતરિક શક્તિઓને ઉજાગર કરવા સહઅભ્યાસિક પ્રવૃતિઑ અનિવાર્ય બની જાય છે. સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ બાળકો માટે ટોનિકનું કામ કરે છે. જે બાળકોમાં Hand, Head અને  Heart ને ખીલવે છે. બાળકોમાં સદૂગુણોની ખીલવણી થાય છે. આ દિશામાં શિક્ષકો, નિરીક્ષક, વાલીશ્રીઓ અને વિધાર્થીઓના સહિયારા પ્રયાસોથી સુંદર આયોજન દ્વારા પ્રસંશનીય કાર્ય થઈ રહ્યું છે. આ બધી રીતો દ્વારા      ઉત્તમ પરિણામ મેળવી શકાય છે, પણ શિક્ષણ પદ્ધતિ  વિધાર્થીના પશ્રાદભૂ, જ્ઞાન અને શીખવવાના સ્તરને અનુકૂળ થનારી હોવી જોઈએ. વિધાર્થીના વિવેચનાત્મક લક્ષણોને આવકારી તેમનામાં પ્રોત્સાહન રેડી કાળજીપૂર્વક તેમનામા અભ્યાસ પ્રત્યેની રૂચિ જાગૃત કરવામાં આવે તો સફળતા અશક્ય નથી.

વધુ માહિતી »

આચાર્યાશ્રીનો સંદેશ

કિરણબેન કામદાર

“સારું થયું કે તમારા સુધી પહોંચવા શબ્દો મળ્યા મને ચરણ લઈ ચાલવા બેસત તો વરસોનાં વરસો લાગત!” વર્તમાન સમયમાં જ્ઞાન અને વિજ્ઞાનનું ખૂબ જ મહત્વ છે ત્યારે આપણી શાળાઓ પણ વિધાર્થીઓને અધતન જ્ઞાન અને માહિતીથી સુસજજ રાખે અને તેઓના ભાવિ વિકાસની નવી કેડી કંડારવાનાં પથદર્શક અને પ્રેરક બને તે જરૂરી છે. સામાન્ય શિક્ષક માત્ર કહે સારા શિક્ષક સમજાવે ઉત્તમ શિક્ષક નિદર્શન કરે પણ ઉત્કૃષ્ટ શિક્ષક પ્રેરણા આપે.

વધુ વાંચો »

સમાચાર અને કાર્યક્રમો

આ માહિતી થોડા સમય બાદ અહી જોવા મળશે.

વધુ માહિતી »